Gujarati Shayari for Whatsapp
ફુલો થી સુંદર તારો રંગ તને ગુલાબ કેમ આપુ મહોબ્બત થી હસીન તુ તને ગુલાબ કેમ આપુ ઉધાર ક્યારેક તારી જ આપેલી મહેક ફુલો ને મહેક તુજમા વહે છે ને તને ગુલાબ કેમ આપુ તારા સ્પર્શ માત્ર થી ખીલ્યુ હતુ એ ગુલાબ તારા જ અંશ જેવુ એ તને ગુલાબ કેમ આપુ હશે એ મહોબ્બત નુ પ્રતિક જેવુ તુ ખુદ મહોબ્બત છે તને ગુલાબ કેમ આપુ
કોઇક જ હોય છે જે સફળ બની જાય છે
બાકી પ્રેમીઓ તો બધા જ શાયર હોય છે
એમની વિદાય થી હવે કોઈ ઉમંગ નથી, મનાવું શું હોળી? જીવન માં જ કોઈ રંગ નથી
ચાલને બકુડી તારી નફરતો ની હોળી કરીએ ને મારી લાગણી ઓમાં ઘૂળેટી રમીએ
true gujarati shayari
નથી જોતો તને તારા તનમાં તૂ તો રહે છે સદાયે મારા મનમાં
મારી નજર થી ક્યારેક ખુદને જોજે તુ જ ફિદા થઇ જઈશ ખુદ પર
તુ એવી છે જેવી હું ઇચ્છતો હતો બસ હવે મને એવો બનાવી દે જેવો તું ઈચ્છે છે
દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય વિતે જીંદગી તારી સાથે ને સાથે જ લાશ થાય
આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહી જડે રે લોલ
આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ
ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું
મારી માતૃભાષા ની મીઠાશ તો જુઓ ખારા નમક ને પણ મીઠુ કહીએ છીએ
સુંદરતા મનની રાખો ફેસવોસથી મોઢા ચમકે દિલ નહી
આખી રાત જાગુ છુ એવા વ્યકતિ માટે
જેને દિવસના અજવાળા માં પણ
મારી યાદ નથી આવતી
લાગણીઓનો જમાનો છે સાહેબ હુ સ્ટેટસ મૂકું ને તમે લાઇક આપો એ લાગણી નથી તો બીજું શું છે
માં બાપ તમને રાત્રે એટલે વેલા આવવાનું કહે છે કે
ઉજાગરા તો કોઈ નહિ જુએ
પણ ધજાગરા આખું જગત જોસે