Love Quotes Gujarati
જીવનમાં તારું હોવું એ જરૂરત છે આદત નથી, તું છે તો બધું છે તારા સિવાય કોઈ ચાહત નથી.
તમારા હૃદયમાં અમને ઉંમરકેદ મળે, ભલે થાકે બધા વકીલ તોય જામીન ન મળે.
પ્રેમની મીઠી વાતો હું તને સંભળાવ્યા કરું, તું રિસાય ને હું તને મનાવ્યા કરું !!
માથાને ચૂમી લઉં હું ને એમના વાળ વિખરાઈ જાય, એ પળોની રાહ જોવામાં ક્યાંક જિંદગી ના વીતી જાય !!
તારે જાણવું જ હોય કે હું ક્યા છું, તો દિલ પર હાથ મૂકી જો તને ખબર પડી જશે કે હું ક્યાં છું !!
અંધારું પણ ઝળહળી ઉઠે જયારે તું મારી સંગ હોય, બાકી તારા વિના તો મેઘધનુષ પણ જાણે બેરંગ હોય !!
જીવનમાં સાચા પ્રેમનું આગમન થવું એટલે… જાણે અલ્પવિરામમાં ચાલતી જિંદગીમાં પૂર્ણવિરામ થવું !!
બે હૃદયની લાગણીઓના મેળાપ એટલી અસર કરે છે, એકની આંખ ભીની થાય તો બીજાનું હૃદય રડે છે !!
તારા હસવાનું કારણ બનવા માંગુ છું, બસ હું ખાલી તને એટલું જ કહેવા માંગુ છું !!
હવે થાકી ગયો છું આ ટોળામાં, થોડીવાર તો સુવડાવી દે મને તારા ખોળામાં !!
Love Quotes in Gujarati Images
પ્રેમ તો બસ આવો હોવો જોઈએ, હું જોઉં ખુદને પણ પડછાયો તારો દેખાવો જોઈએ !!
જીવનના અંત સુધી જેનો ઇંતજાર કરી શકું, એવી કોઈ વ્યક્તિ હોય તો એ તું છે !!
શું લખું એના રૂપ વિશે, લખવા બેસું તો શબ્દો પણ નખરા કરવા લાગે છે !!
પ્રેમમાં પડવાનું એક જ કારણ હતું, મને તારી આંખોનું આમંત્રણ હતું !!
ના શોધ એને છાનુંમાનું, તારી આંખોમાં જ છે મારા પ્રેમનું સરનામું !!
તને પામું ના પામું એ તો કિસ્મતની વાત છે, પણ જિંદગીભર તને ચાહું એ મારા હાથની વાત છે !!
મરતા તો તારા પર લાખો હશે, હું તો તારી સાથે જીવવા માગું છું !!
બસ એ દાખલો જ મને ન આવડ્યો, કે તારી બાદબાકી પછી શું વધે છે મારામાં ?
જીવવા માટે એક જ વસ્તુ જરૂરી છે, ને એ છે કે એકબીજાને ગમતા રહેવું !!
હું સુંદર છું એટલે તે મને પ્રેમ કરે છે એવું નથી, તે પ્રેમ કરે છે એટલે હું સુંદર છું !!