Love Shayari Gujarati 2 Line
” તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા “
” ઇમ્પ્રેશનથી ડીપ્રેશન સુધીની,
રસાયણિક પ્રક્રિયાને જ પ્રેમ કહેવાય “
” જયારે પ્રેમ કૃષ્ણ જેવો અને તરસ રાધા જેવી હોય,
ત્યારે તમે સાથે હોય કે ના હોય તમને કોઈ અલગ ના કરી શકે “
” પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ સુધારીને સાથ દે “
” કોઈના પ્રેમનું એકમાત્ર વારસદાર બનવું,
એ પણ નસીબની વાત છે સાહેબ “
” કૃષ્ણના જીવનમાં જીત તો ઘણી હતી,
પણ એની સૌથી મોટી હાર એટલે રાધા “
” ખૂબીઓ જોઇને ચાહો એને આકર્ષણ કહેવાય,
પણ ખામીઓ ખબર હોવા છતાં ચાહવું એને પ્રેમ કહેવાય “
” બધું જાણવા છતાં છેતરાઈ જવું,
બસ એનું નામ જ પ્રેમ છે “
” મોહલ્લાની મોહબ્બત પણ મજાની હોય છે,
ચાર ઘરની દુરી અને વચ્ચે સમંદર હોય છે “
” એટલે જ શંખ ફૂંક્યો કૃષ્ણએ જિંદગીભર,
કારણ કે વાંસળી વગાડે તો રાધા યાદ આવે “
” પ્રેમની લાંબી વ્યાખ્યા શું કરવી,
બસ હું અને તું એટલે વાત પૂરી “
” જેમ એકડા પાછળ બગડો હોય,
એમ પ્રેમ હોય ત્યાં થોડો ઝગડો તો હોય જ “
” પહેલો પ્રેમ બાળપણના એ ઘા જેવો હોય છે,
જેના નિશાન આખી જિંદગી રહી જાય છે “
Love Shayari Gujarati 2 Line Image
” અડધી રાત્રે જ્યારે આકાશ માં ખરતા એ તારા હશે,
“પાગલ” તને માંગતા શબ્દો બસ મારા જ હશે “
” પ્રેમ એટલે મારા લાવેલા ગુલાબ પણ,
તને મળવા આતુર હોય દીકુ “
” દીકુ સ્વપ્ન એટલે એક એવી જગ્યા,
જ્યાં તું ન હોવા છતાં તને મળી શકાય “
” તું મારી યાદમાં જાગરણ કરી તો જો,
રાત બહુ વહાલી ન લાગે તો કહેજે “
” હું તારું મૌન પણ વાંચી લેતો હતો,
તું મારી ભીની આંખો પણ વાંચી ના શકી “
” આટલી મનમાની પણ સારી નથી,
તું મારી પણ છે ખાલી તારી નથી “
” હું સવારે ઉઠું અને તું મારી બાહોમાં હોય,
બસ એ જ તો મારી ઈચ્છા છે હવે “
” મૌસમ છે તું મારી પ્રીતની,
હું વરસી પડું એક તારા સ્મિતથી “
” તું મારી જીદ નથી જે પૂરી થવી જરૂરી છે,
તું મારો ભરોસો છે જે જીવવા માટે કાફી છે “
” આપણું Future Bright હોય,
જો તું મારી Wife હોય “
” તું મારી એ ખુશી છે,
જેના લીધે આ જિંદગી જન્નત લાગે છે “
” બીજા માટે ભલે તું ગમે તે હોય,
મારા માટે તો તું મારી જાન છે “