Best Love Quotes in Gujarati
ગળે લગાવી શકું એટલી જ પરવાનગી જોઈએ છે તારી, તારા દિલના ધબકાર સાંભળવાની છેલ્લી ઈચ્છા છે મારી !!
હંમેશા માટે તારી પાસે રાખી લે મને, કોઈ પૂછે તો કહી દેજે દિલ છે મારુ !!
જ્યારે તમે શરમાઈને ઝુકાવો છો આંખો, વગર વરસાદે પલળી જાઉં છું હું આખે આખો !!
જ્યારે પણ પ્રેમની વાત થાય છે ને, મને ફક્ત તારો અને તારો જ વિચાર આવે છે !!
સાથ નિભાવીશ તારો છેક સુધી, તારા સિવાય કોઈ ગમે એ શક્ય નથી હવે !!
બહુ જ લાંબી લાંબી વાતો કરવી છે તારી સાથે, તું આવજે મારી પાસે તારી આખી જિંદગી લઈને !!
તારી બોલકી આંખો આગળ મારા હોઠ પાછા પડે, આ તારા મૌન નિબંધ સામે મારા શબ્દો પાણી ભરે !!
તને શું એમ લાગે છે કે તું રહી શકીશ મારા વગર, એ પાગલ ! એક સાંજ તો કાઢી બતાવ મારી યાદ વગર !!
એણે એના હાથથી એકવાર પાણી શું પાયું, આજ સુધી ફરી તરસ નથી લાગી !!
પ્રેમ નુ ઔષધ શોધાય તો ઠીક છે, બાકી પ્રિયતમના સ્પર્શ જેવો કોઇ મલમ નથી હોતો !!
True Love Quotes in Gujarati
તારા વગર જીવનને સારું કેમ કહું, તું રહે છે આ દિલમાં આને મારું કેમ કહું !!
તારા હર એક પગલામાં પગલુ માંડીને ચાલીશ હું, તું શરુઆત તો કર મારા જીવનમાં એક પગલુ પાડવાની.
એ પુછે છે કે આટલું બધુ કેમ ચાહે છે મને, મેં કહ્યું પ્રેમના સેતુમાં ક્યારેય હેતુ નથી હોતા.
પહેલા હતી એટલી જ મને આજે પણ કદર છે, હું કોઈ બીજાની નથી એ ફક્ત તારા પ્રેમની જ અસર છે !!
જોઇને મને તારી આંખો શરમાઈને નમતી હતી, કેમ કહું તને એ ક્ષણ મને કેટલી ગમતી હતી !!
એની ચુડીઓની ખનક હું કેમ ભૂલી શકું, જે માત્ર મારા માટે જ ખનકતી હતી !!