Love Breakup Shayari Gujarati – Shayari Center
” એ જતા જતા આટલું બોલી કે હવે ક્યારેય નહીં આવું પરત,
મેં કહ્યું મને વિશ્વાસ છે મારા પ્રેમ પર બોલ લાગી જાય શરત “

” નજર નથી આવતી તો પણ ઇંતજાર કેમ છે,
તું જ બતાવને મને તારાથી આટલો પ્રેમ કેમ છે “

” જીવવાની શું વાત કરો છો સાહેબ,
અમે તો એની સાથે દફન થવા પણ તૈયાર હતાં “

” બહુ ફરક આવી ગયો છે એમના શબ્દોમાં,
પ્રેમ ઓછો નહીં પણ સાવ પુરો થતો નજર આવી રહ્યો છે “

” વાત એટલી પણ બગડી નહોતી,
વાત બસ એટલી જ હતી કે તમે વાત કરવા જ નહોતા માંગતા “

” મોઢા પર કહી દો કે કંટાળી ગયા છો મારાથી,
આમ વ્યસ્ત હોવાના ખોટા બહાના ના કરો “

” એકવાર જો એ મારી સાથે વાત કરે,
હું આજે પણ એનો થવા તૈયાર છું “

” થોડીક તું પણ તડપ મારા વગર,
તને પણ ખબર પડે કે પ્રેમ શું છે “

” મળે છે તું ક્યાં મને,
છતાં બંધ આંખે તને જોવાની આદત છે મારી “

” તારા ગયા બાદ કંઇક એવો શાંત પડી ગયો,
તારી ઝુલ્ફો ઉડાવતો પવન પણ પલાંઠી વાળી બેસી ગયો “

” બસ તારો જ રહ્યો તારા વગર પણ,
દુનિયાને તો શું પોતાને પણ સમજાવી ના શક્યો “

” એ શોધતી હતી એક કારણ મને છોડી જવાનું,
મેં એટલા બધા આપ્યા કે ક્યારેય એ પાછી આવી જ ના શકી “

” લોકો કહે છે ઉદાસી તારો સ્વભાવ છે પણ
તેમને ક્યાં ખબર છે કે આ તો કોઈના અભાવનો પ્રભાવ છે “
Love Breakup Shayari Gujarati

” જયારે પણ હું ઉદાસ હોવ ત્યારે એમ થાય કે,
કાશ તું દોડીને આવે અને મને જોરથી બાથ ભરી લે “

” છોડી દીધું છે એ ગલીઓમાંથી નીકળવાનું,
જ્યાં આપોઆપ નજર તારા ઘર બાજુ જતી હતી “

” જિંદગીના દરિયામાં પણ ભરતી ને ઓટ આવે છે,
જ્યારે જ્યારે મને તારી ખોટ આવે છે “

” મળવું હોય તો ગમે ત્યારે મળી જઈશું,
પણ મજા ત્યારે આવે જયારે તને મારો ઇંતજાર હોય “

” મારી એક વસ્તુ ખોવાતી તો રઘવાયો થઇ જતો,
વિચાર તને ખોયા પછી મારા શું હાલ હશે “

” તને ભૂલવા માટે થોડોક સમય લાગશે મને,
અને એ સમય આખી જિંદગી છે મારી “

” એ મને ભૂલી જ ગયા હશે કદાચ,
આટલો સમય કોઈ રિસાઈને ન રહે “

” પરિસ્થિતિ કહે છે કે એ હવે નહીં મળે,
ઉમ્મીદ કહે છે કે થોડો સમય રાહ જો “

” તમે ક્યારેય નથી મળવાના એ હું જાણું છું,
છતાં પણ જિંદગીભર હું તમારી રાહ જોઇશ “

” કહેવા માટે તો ઘણું હતું પણ કહી ના શક્યો,
તારા વગર રહેવા તો ચાહ્યું પણ રહી ના શક્યો “

” જે મારી સિગારેટ પીવાથી પણ ખીજાતી,
એને કહો કે વાત હવે શરાબ સુધી આવી ગઈ છે “

” વિશ્વાસ કર તો એક વાત કહું,
તારા વગર હું ખરેખર નથી રહી શકતો “