Love Quotes in Gujarati
મારા શરીરમાંથી મારી આત્મા નીકળી જશે, પણ તું મારા દિલમાંથી ક્યારેય નહીં નીકળી શકે !!
મને નથી ખબર કે હું કાલે હોઈશ કે નહીં, મારી ઈચ્છા છે કે મારી આજ હું તારી સાથે વિતાવું !!
તું પકડી લેજે હાથ મારો દુનિયાની સામે, હું તારા જીવનમાં ખુશીઓની બહાર લાવી દઈશ !!
વરસોથી રાહ જોઈ છે અને વરસો રાહ જોવા તૈયાર છું, બસ એ એકવાર કહી દે મને કે રાહ જોજે હું આવીશ !!
જિંદગી આપે તો બસ એટલી જ આપજે એ ખુદા, ના મરું એનાથી પહેલા અને ના જીવું એના પછી.
રિસાઈને રાધા કહે કાન તારી પાછળ તો ઘણી ગોપીઓ છે, કહે કાન હસીને પણ રાધા તારી તો વાત જ અનોખી છે.
મારો શ્વાસ છોડી દઈશ તારા માટે, પણ તારો વિશ્વાસ નહીં તોડું મારા મતલબ માટે.
પ્રેમને ક્યારેય પારખવો નહીં, અને જો પારખવો હોય તો કરવો નહીં.
કેટલી સુંદર બની જાય છે આ દુનિયા, જ્યારે કોઈ કહે છે કે પણ હું તને પ્રેમ કરું છું.
છે એ રૂપનો અંબાર તો પણ ઘમંડથી દુર છે, એના પ્રેમમાં પાડવા મારું દિલ આતુર છે.
Love Quotes For Love in Gujarati
ક્યાંથી લાવું એ શબ્દો જે તારા વખાણને કાબિલ હોય ક્યાંથી લાવું એ કિસ્મત જેમાં તું ફક્ત મને જ હાંસિલ હોય.
તેણે મને પૂછ્યું કે કોઈ વ્યસન છે ? મારાથી બોલાઈ ગયું કે બસ તમારું.
મિલાવી આવ્યો છું એમની આંખોમાં મારી આંખ, શહેર આખું કહેવા લાગ્યું કે પીવાનું ઓછું રાખ.
એ મને કહે કે તને શબ્દોથી રમતા બહુ આવડે છે, અને હું કહેતો કે તું આંખોથી રમી જાય છે એનું શું.
બનવા માટે તો હું પણ કાનુડો બની જાઉં, બસ મારી રાધા જો તું બને તો.
જમાનાની નજરથી તને બચાવું કેમ, તું ચાંદ છે ગગનનો, તને છુપાવું કેમ.
એમ જ જીદ નથી કરતો તારી સાથે જિંદગી જીવવાની, ડર એનો છે કે તારા કોઈ સપના અધૂરા ના રહી જાય.
હાથમાં બસ તારો હાથ હોય, તો જિંદગીની બધી મંજીલ મારે હાથ હોય.
તારા હર એક પગલામાં પગલુ માંડીને ચાલીશ હું, તું શરુઆત તો કર મારા જીવનમાં એક પગલુ પાડવાની.
તારા પ્રેમમાં પોતાને એવી રીતે ભૂલી ચુકી છું, કે કોઈએ મારું નામ પૂછ્યું ને મેં તારું કહી દીધું.
Best Heart Touching Quotes in Gujarati Best Suvichar in Gujarati