Positive Motivational Quotes in Gujarati
” જેમના સિધ્ધાંત જ અમીર હોય, તેમનું ચારીત્ર્ય ક્યારેય ગરીબ નથી હોતું “
” ઉદાહરણ આપવું તો સહેલું છે, પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે “
” પોતાની ક્ષમતા ઉપર શંકા કરીને, વ્યક્તિ સફળ થવાની સંભાવના પણ ખતમ કરી દે છે “
” જો મહેનત કર્યા પછી પણ, સપના પુરા ના થાય તો રસ્તો બદલો, સિદ્ધાંત નહિ કેમ કે વૃક્ષ પણ પોતાના પાંદડા બદલે છે, મૂળ નહિ “
” જીંદગી માં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત કેમ કે કમજોર આપણો સમય હોય છે આપણે નહીં “
” નસીબ જેમના ઉંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરદસ્ત હોય છે “
” જીવનમાં બધું જ શક્ય છે, બસ શરુઆત આત્મવિશ્વાસ થી થવી જોઈએ “
” નીંદર અને નિંદા પર જે વિજય મેળવી લે છે એને આગળ વધવાથી કોઈ નથી રોકી શકતું “
” નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે “
” જીવન માં એક વાત ક્યારેય ના ભૂલતા જેણે તમને જીતતા શીખવ્યું એને હરાવવાના સપના ક્યારેય ના જોતા “
“એક સારી વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનુ, અને સામે વાળાના અસ્તિત્વનું હંમેશા માન જાળવી રાખે છે “
” ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી , પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે “
” ધીરજ અને સહનશીલતા કમજોરી નથી હોતી એ તો અંદરની તાકાત હોય છે જે બધા પાસે નથી હોતી “
Inspirational Quotes in Gujarati
” દરેક વસ્તુને હંમેશા બે બાજુ હોય છે, ફરક એટલો જ છે કે તમે કઈ બાજુથી જુઓ છો “
” શરીર સુંદર હોય કે ના હોય પણ શબ્દો હંમેશા સુંદર રાખવા જોઈએ કારણકે લોકો ચહેરો ભૂલી જશે પણ તમારા શબ્દો નહિ ભૂલે “
” જેને સમયસર કદર કરતા આવડે ને સાહેબ, એમને જીવનમાં અફસોસ કરવાનો વારો ઓછો આવે “
” જીવનમાં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતા, કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે “
” હંમેશા એક સારા વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરવો પરંતુ તે સાબિત કરવાનો પ્રયત્ન ક્યારેય ન કરવો “
” ઉપરવાળા પર ભરોસો રાખો, તમને એનાથી વધુ સારું આપી દેશે જે તમારી પાસેથી લઇ લીધું છે “
” થશે બધી ઈચ્છાઓ પૂરી તું બસ મહેનત કર થશે બધા જ સપનાઓ પૂરા તું બસ શરૂઆત તો કર “
” જીવનમાં ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં, કેમકે ત્યારે શરૂઆત શૂન્યથી નહિ પણ અનુભવથી થશે “
” પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે “
” સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા “
” એક વાક્ય ક્યારેક તમારું જીવન બદલી શકે છે મહાન લોકો તેમના શબ્દોથી જ મહાન બન્યા હોય છે “
” કેટલીક મુસાફરી એકલા જ કરવી પડે છે, જીવનની દરેક મુસાફરીમાં હમસફર નથી હોતા “