” આ જિંદગી છે સાહેબ, જીવવાનું શીખવ્યા વગર મરવા નથી દેતી “
” સિગરેટ ભલે ગમે તેટલી હાનીકારક હોય, પણ જિંદગી બરબાદ કરવામાં માણસને કોઈ ના પહોંચે “
” જયારે દુઃખ હદથી વધી જાય, માણસ ખામોશ થઇ જાય છે “
” જયારે તમારો સમય ખરાબ હોય, ત્યારે લોકો હાથ નહીં તમારી ભૂલ પકડતા હોય છે “
” અંતે એકલા જીવવાનું શીખી લીધું, ખબર નહીં ક્યારે કોણ સાથ છોડી દે “
” જે લોકો પરથી આપણું મન જ ઉઠી જાય, એ લોકો વિશે પછી કોઈ ફરિયાદ ક્યાં રહે છે “
” એક માણસને ખોઈને આગળ તો વધી શકાય પરંતુ હજારો લોકો મળીને પણ એની ખોટ પૂરી કરી શકતા નથી “
” પથ્થર દિલ બનવું એ મારી મજબૂરી છે, કેમ કે જો હું તૂટી જઈશ તો કોઈ મને ફરીથી જોડી નહીં શકે “
” જેના માટે હું મારો જીવ આપી શકું, અફસોસ કે એમને મારી કોઈ કદર જ નથી “
” કહેવા માટે તો ઘણું છે, પણ હવે કંઈ ના કહેવું એ જ બહુ સારું લાગે છે મને “
” ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ, દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી સાહેબ “
” તમારો ખાસ હોવાનો ભ્રમ પણ તૂટી જશે બસ સામેવાળાની જરૂરિયાત પૂરી થઇ જવા દો સાહેબ “
” જેમ જેમ જિંદગી વીતી રહી છે, એહસાસ થાય છે કે કોઈ કોઈનું નથી હોતું “
” જે ખાસ હોય છે, એ અમુક સમય સુધી જ આપણી સાથે હોય છે “
” બધાને ખુશ રાખવાના ચક્કરમાં, હું પોતે દુઃખી થઇ ગયો છું “
” જેને તમે તમારા સમજો છો, એ ભાગ્યે જ તમને એમના સમજે છે “
” એકલાપણું એટલું વધી ગયું છે ને સાહેબ, કે કોઈ અજાણ્યું વ્યક્તિ હાલચાલ પૂછે તો પોતાનું લાગે છે “
” લોકોને તમારી અંદરની ખામીઓ, મતલબ પૂરો થયા પછી જ દેખાશે “
” હવે ભરોસો નથી એ વાત પર, કે સમય જતા બધું ઠીક થઇ જાય છે “
” જયારે આપણને કોઈ ના સમજે, ત્યારે મ્યુઝીક આપણું બેસ્ટફ્રેન્ડ બની જાય છે “
” મારું માનો તો એકલા જ રહેવાય, કોઈ દગો તો ના આપે “
” બદલાઈ નથી ગયા અમે સાહેબ, બસ આ મતલબી દુનિયાને ઓળખી ગયા છીએ “
” દગો પણ મફતમાં ક્યાં મળે છે સાહેબ, એના માટે લોકોનું ભલું કરવું પડે છે “